Milestone-2 Flashcards
(16 cards)
(૪૮) આ રીતે વિચારનું
(૪૮) આ રીતે વિચારનું બળ રાખી આશ્રિત ભક્ત ક્યારેય હિંમત ન હારે અને ભગવાનના બળે આનંદમાં રહે.
(૫૯) ભગવાન અને બ્રહ્મસ્વરૂપ
(૫૯) ભગવાન અને બ્રહ્મસ્વરૂપ ગુરુ જ મોક્ષદાતા છે. તેમનાં જ ધ્યાન તથા માનસી પૂજા કરવાં.
(૬૪-૬૫) ઉત્તિષ્ઠ સહજાનંદ
(૬૪-૬૫) ઉત્તિષ્ઠ સહજાનંદ શ્રીહરે પુરુષોત્તમ।
ગુણાતીતાક્ષર બ્રહ્મન્ ઉત્તિષ્ઠ કૃપયા ગુરો॥
આગમ્યતાં હિ પૂજાર્થમ્ આગમ્યતાં મદાત્મતઃ।
સાન્નિધ્યાદ્ દર્શનાદ્ દિવ્યાત્ સૌભાગ્યં વર્ધતે મમ॥
(૭૩) ભક્ત્યૈવ
(૭૩) ભક્ત્યૈવ દિવ્યભાવેન પૂજા તે સમનુષ્ઠિતા।
ગચ્છાથ ત્વં મદાત્માનમ્ અક્ષરપુરુષોત્તમ॥
(૮૭-૮૮) શ્રીહરિએ શુદ્ધ
(૮૭-૮૮) શ્રીહરિએ શુદ્ધ ઉપાસના-ભક્તિનાં પોષણ અને રક્ષણ માટે મંદિર નિર્માણરૂપ ભક્તિનું પ્રવર્તન કર્યું. અને ભગવાનની જેમ જ તેમના ઉત્તમ ભક્ત એવા અક્ષરબ્રહ્મની ભગવાનની સાથે સેવા કરવા માટે આજ્ઞા કરી.
(૮૯) અક્ષરબ્રહ્મ ભગવાનના
(૮૯) અક્ષરબ્રહ્મ ભગવાનના ઉત્તમ ભક્ત છે, કારણ કે તેઓ નિત્ય માયાપર છે અને નિત્ય ભગવાનની સેવામાં રમમાણ હોય છે.
(૯૦-૯૧) તે આજ્ઞાને અનુસરીને
(૯૦-૯૧) તે આજ્ઞાને અનુસરીને સર્વનું કલ્યાણ થાય તે હેતુથી દિવ્ય મંદિરોનું નિર્માણ ભક્તિભાવથી કરવામાં આવે છે અને તેના મધ્યખંડમાં પુરુષોત્તમ ભગવાનની મૂર્તિની સાથે અક્ષરબ્રહ્મની મૂર્તિ પણ વિધિવત્ સ્થાપવામાં આવે છે.
(૯૨) એ જ રીતે
(૯૨) એ જ રીતે ઘર આદિ સ્થળોને વિષે કરેલ મંદિરોમાં પણ મધ્યમાં હંમેશાં અક્ષરબ્રહ્મ સહિત પુરુષોત્તમ ભગવાનને પ્રસ્થાપિત કરવામાં આવે છે.
(૯૬) અક્ષરાધિપતિ સ્વામિનારાયણ
(૯૬) અક્ષરાધિપતિ સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત્ પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ હરિ છે.
(૯૭) એ એક જ આપણા
(૯૭) એ એક જ આપણા સદા પરમ ઉપાસ્ય ઇષ્ટદેવ છે. તેમની જ અનન્ય ભાવે સદા ભક્તિ કરવી.
(૯૮) ગુણાતીતાનંદ સ્વામી
(૯૮) ગુણાતીતાનંદ સ્વામી સાક્ષાત્ સનાતન અક્ષરબ્રહ્મ છે. એ અક્ષરબ્રહ્મની પરંપરા આજે પણ વિરાજમાન છે.
(૯૯) સંપ્રદાયમાં ગુણાતીતાનંદ
(૯૯) સંપ્રદાયમાં ગુણાતીતાનંદ સ્વામીથી આરંભાયેલ ગુરુપરંપરામાં આવેલ પ્રગટ અક્ષરબ્રહ્મ એ એક જ આપણા ગુરુ છે.
(૧૦૦) આપણા ઇષ્ટદેવ એક
(૧૦૦) આપણા ઇષ્ટદેવ એક જ છે, ગુરુ એક જ છે અને સિદ્ધાંત પણ એક જ છે એમ આપણી સદા એકતા છે.
(૧૦૨-૧૦૩) જીવ, ઈશ્વર,
(૧૦૨-૧૦૩) જીવ, ઈશ્વર, માયા, અક્ષરબ્રહ્મ તથા પરબ્રહ્મ એ પાંચ તત્ત્વો સદાય ભિન્ન છે, નિત્ય છે, સત્ય છે એમ મુમુક્ષુઓએ જાણવું - એમ સ્વયં સ્વામિનારાયણ ભગવાને સ્પષ્ટ સિદ્ધાંત કર્યો છે.
(૧૦૪) તેમાં અક્ષર અને પુરુષોત્તમ
(૧૦૪) તેમાં અક્ષર અને પુરુષોત્તમ એ બે સદાય માયાથી પર છે અને જીવો તથા ઈશ્વરોની મુક્તિ તેમના યોગથી થાય છે.
(૧૦૫) પરમાત્મા પરબ્રહ્મ
(૧૦૫) પરમાત્મા પરબ્રહ્મ સદા અક્ષરબ્રહ્મથી પર છે અને અક્ષરબ્રહ્મ પણ તે પરમાત્માની નિત્ય દાસભાવે સેવા કરે છે.