Utkarsh Flashcards
Spiritual (44 cards)
ચેલેન્જ વાળી પરિસ્થિતિમાં સેવા કરે તો એની વાસના ઓછી થાય
Even during challenging times continue to do seva. It will certainly help overcome desires.
» જવાબદારી લે તો એની બુદ્ધિ ઠેકાણે આવે, right thinking કરી શકે
To make thinking right - Take responsibilities
દેહાભિમાન* ઘર કરી ગયું હોય તો *ભગવાન ભુલાવી દે
Excessive focus on body and bodily pleasures will rob you of Godly pleasure and connection
» મુશ્કેલીમાં પણ મારે ભગવાનને રાજી કરવા છે એને નિષ્ઠા કહેવાય
Even under stressful circumstances continue to demonstrate Dedication, faithfulness or loyalty towards God
» આખી જિંદગી ભગવાનને ભગવાનની ભક્તિ કરી હોય અને અંતકાળે જો ભગવાનને યાદ ન કરે અને બીજું પણ યાદ ન કરે તો વાંધો નહીં પણ બીજું કંઈ યાદ કરે તો એની ગતિ ન થાય
Remember God during dying. If you cannot, make sure you don’t remember anything else
» કસર ટાળવા માટે આખી જિંદગી ભક્તિમય જવી જોઈએ અને અંતકાળે ગરબડ ન થવી જોઈએ એ બંને મહત્વનું છે
Both these are essential to eliminate desires and shortcomings. 1) Lead a life like a true Bhagat in aagna. 2) Don’t let last moments get spoilt, continue to remember God.
» સ્વભાવ હોય પણ જો એને ઓળખીને ટાળવાનો પ્રયત્ન કરતો હોય ને ભગવાનમાં રસ હોય તો એકાંતિકપણું જળવાઈ રહે
Be aware of ones nature and try to improve on those shortcomings and have affection towards God. It will help keep connection with God for a long time.
» ભક્તિ હોય એના બે પ્રભાવ છે એક તો મહારાજની આજ્ઞામાં ટૂક-ટૂક થઈ જાય અને મૂર્તિ ધારવામાં ક્યારેય કાયર ન થાય
Benefits of Bhakti, a) follow God’s commands completely b) remember God’s murti
» નિષ્કામ ભાવે સેવા કરે તો અંતઃકરણ શુદ્ધ થાય છે અને પછી ઉપાસનાને યોગ્ય બને છે
Selfless service purifies the antkaran which qualifies it for Upasna
» સેવામાં જો નિષ્કામ ભાવ ન હોય તો ઘણો ફેર પડે છે
While doing seva one must be selfless
» અંતઃકરણ શુદ્ધ થયું છે એની સાબિતી આપે છે કે તેનું મન ભગવાનમાં સ્થિર થાય છે
Stability in God proves purity of antakaran. So, keep mind, intellect, consiousness and identity pure.
» સાધનોને ગૌણ કરી દેવા એ કુસંગ છે
To negate spiritual activites, customs and rituals is a sign of an athiest
» પુરુષાર્થ કરે અને એનો અહંકાર ન કરે એના ઉપર ભગવાનની કૃપા થાય છે
Working hard or doing seva without arrogance or boasting about the seva earns God’s blessings
» ભગવાનનું કામ કરવામાં “મારું શું” એ વિચારનો ત્યાગ કરવો છે એ વિચાર હોય છે એટલા માટે અર્જુન જેવા ભક્ત થવાતું નથી
When doing something for God one must renounce “what’s for me”. Arjun did his deeds without that thought.
» શતધનવા કરતા અર્જુન શ્રેષ્ઠ ગણાણા કેમકે એ ભગવાનના કામમાં આવ્યા
Just like Arjun, I must also engage in His work and mission
» ભગવાનના માર્ગમાં જૂના કે નવા કોઈનો ઈજારો નથી જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ વધારે કરે તેને ભગવાનનું વધારે સુખ આવે છે અનાદિ કે આધુનિક મુક્તનો કાંઈ મેળ નથી.
Whoever does more of Dharma, Gyan, Vairagya and Bhakti enjoys more of God’s pleasure
» મજબૂરીમાં મદદ કરવી એ મહારાજને ગમે છે.
God is pleased with the person who helps the needy
» ભગવાનના ભક્ત પ્રત્યે હમદર્દી રાખીએ તો ભગવાન રાજી થાય.
Be compationate towards God’s devotees because He is pleased with it
» દર્શન સેવા અને કથામાં વેગ ચડી જાય તો ઇન્દ્રિયોના સંયમ વિના પણ ઉપશમ આવે છે.
Immersing in Darshan, Seva and Katha will uplift one even if one does not have complete control over the senses
» પુરુષાર્થના આધારે મોટા સંતોનુ રિસ્પેક્ટ ન રહે એ અહંકાર છે.
Never be disrespectful of pious Santos even if you have accomplished a lot
» કેવળ ‘રામ રામ’ કરવાથી ભગત નથી થવાતું પણ ભગવાનનું કામ કરે તો એ ભગત કહેવાય
Along with taking God’s name one must also work for Bhagwan
» ભગવાનમાં શ્રદ્ધા અને આસ્થા રાખે તો ભગવાન ઓળખાય છે
God is recognized through deep rooted faith. His distinctiveness is revealed
» ઉદ્યમ કરવામાં જો ભગવાનને સાથે રાખ્યા હોય તો ઉદ્યમ સફળ થાય
Remembering God during any undertaking will lead to its success
» પ્રીતિ હોય પણ આત્મનિષ્ઠા ન હોય તો પ્રીતિની સિધ્ધી થતી નથી.
Without Atmanistha Devotion / worship / bhakti cannot reach its peak