Utkarsh2 Flashcards
Spiritual (487 cards)
*Title
- _સત્સંગમાં સદભાવના કેમ વૃધ્ધિ પામે ?_
» ગુણ મેળવ્યા પછી ભાવના કરતાં શીખવું જોઈએ તો સમાસ થાય
Ok
» એકરેણીએ રહેવું એટલે કે એક ભાવના જાળવી રાખવી એ સમાધિ કરતાં પણ શ્રેષ્ઠ છે
Ok
» આપણે શું કરીએ છીએ અને કેટલું કરીએ છીએ એ મહત્વનું નથી પણ આપણી ભાવના કેટલી વધે છે એ મહત્વનું છે
Ok
» સત્સંગમાં કેટલા વર્ષ થયા એના કરતા પણ કેટલી ભાવના થઈ એ મહત્વનું છે
Ok
» લાકડું ક્યારે ધૂંધવાય ? જ્યારે લાકડું લીલું હોય અને પોતાનામાં રસ હોય ત્યારે, એમ સત્સંગમાં પણ જ્યારે પોતાનામાં રસ હોય, અહમ હોય ત્યારે ધૂંધવાય છે
Ok
» ભાવનાનું નામુ રાખે તો સદભાવના વૃદ્ધિ પામે છે
Ok
» ગમે એટલા ગુણ હોય પણ ભગવાન અને ભગવાનના ભક્તને વિશે ભાવના ન હોય તો એ આસુરી અને ગુણ ન હોય પણ જો ભાવના હોય તો દૈવી
Ok
» ગુણ ન હોય અને કેવળ ભાવના હોય તો એનો વિશ્વાસ ન કહેવાય
Ok
» મોટાના રાજીપા અને કુરાજીપાથી ગુણ અને અવગુણની દ્રષ્ટિ આવે છે
Ok
» અવળી પરિસ્થિતિમાં પણ એને ગુણ જ આવે એ દૈવી ભાવ છે
Ok
» સવળી પરિસ્થિતિમાં પણ અવગુણ જ આવે અને ભાવના ન વધે એ આસુરી ભાવ છે
Ok
» જ્યાં જેટલો ગુણ આવે છે એટલી ભાવના છે અને જ્યાં જેટલો ધૂંધવાટ થાય છે એટલો અહમ છે
Ok
» શુભ વાસના વૃદ્ધિ પામે એટલે સદભાવના વૃદ્ધિ પામવી અને બીજાનો ગુણ આવવો
Ok
» અસદ વાસના વૃદ્ધિ પામે એટલે અસદ ભાવના વૃદ્ધિ પામવી અને અવગુણ આવવો
Ok
» પોતે ધૂંધવાતો હોય એ પોતાને ખબર નથી પડતી પણ બીજાની આંખોમાં આંસુ આવી જાય ત્યારે સમજવું કે પોતે ધૂંધવાય છે
Ok
» અસુરોમાં ગુણ તો હોય છે અને બીજાના ગુણને પણ જાણે પણ તેને સ્વીકારે નહીં અને તેમાં ભાવના પણ ન હોય
Ok
» બીજાના સમર્પણને જુવે તો શુભ ભાવના વધે
Ok
*Title
- _દેશ અને કાળ કેવી રીતે બદલે ?_
» ક્રિયા ને ઈરાદો બંને સારા હોય તો પુરુષનો પ્રભાવ પડે છે
Ok
» ક્રિયા બદલવાથી કાળ બદલે છે અને કાળ બદલાય તો દેશ બદલાય છે પણ ક્રિયા બદલવાનું કારણ પુરુષ છે, राजा कालस्य कारणं
Ok
» સાધુને તો વળ ચઢી જવો જોઈએ કે મારે સતયુગ પ્રવાર્તાવવો છે
Ok
» કળિયુગમાં નબળા દેશથી ભાગવું એવું ન રાખવું પણ સારો દેશ create કરવો
Ok
» યોગ્ય કાળમાં યોગ્ય ક્રિયા કરી લે તો એ વધારે ફળદાયક થાય છે દાખલા તરીકે સવારમાં પૂજા કરે
Ok