Utkarsh5 Flashcards
Spiritual (491 cards)
*Title
- _ભગવાનના માર્ગમાંથી પાછા કોણ ન પડે ?_
» સાધન, સાધન અને સાધ્યની શુદ્ધિ હોય તો ભગવાનના માર્ગમાંથી ન પડે
Ok
» પંચવિષય જેને જીવનરૂપ મનાણા છે એ સત્સંગમાંથી એને ભગવાનના માર્ગમાંથી પાછો પડ્યા વિના રહે જ નહીં
Ok
» પોતે સમર્પણ કર્યું હોય અને એની સામે કંઈ અપેક્ષા ન રાખે તો ભગવાનના માર્ગમાંથી ન પડે
Ok
» જ્યારે ભગવાનનો નિશ્ચય થયો હોય ત્યારે જ બધી ખામી ટળી ન હોય તોપણ પોતાની ખામીનું ભાન હોય, તેનો અવગુણ હોય અને ભગવાન કે મોટા સંત ખોદે તો પાછો ના પડે
Ok
» પોતાની નબળાઈનો કે ખામીનો ગુણ હોય તો એ પાછો પડી જાય
Ok
» આ વચનામૃત ભગવાનના માર્ગમાંથી પાછો ન પડવાનું છે
Ok
» આપણે જ્યાં નબળા હોઈએ અને એને કોઈ બતાવે ત્યારે મૂંઝવણ થાય પણ જો એ મૂંઝવણમાં પોતાનો અવગુણ લે તો સારું, કહેવાવાળાનો અવગુણ આવે તો પાછો પડી છે
Ok
» પોતાની ખામીનો ગુણ લઈ રાખ્યો હોય અને પછી કોઈ એને ખોદે તો પાછો પડે
Ok
» સાધ્યમાં કે સાધકમાં ખામી હોય તો જ સાધનમાં ખામી આવે
Ok
» સાચો મહિમા હોય તો બરોબરીયા સાથે માન ના આવે
Ok
*Title
- _વાસના ટાળવા માટે કયો આશ્રમ શ્રેષ્ઠ ?_
» ત્યાગાશ્રમમાં વાસના ઓછી કરવી એ સ્વૈછિક છે અને ગૃહસ્થાશ્રમમાં મજબૂરી છે
Ok
» ત્યાગીને નિર્વાસનિક પુરુષમાં હેત હોય તો વાસના કુંઠિત થાય છે અને ગૃહસ્થને વાસના ટાળવાનો ઈરાદો હોય તો ઓછી થાય છે
Ok
» ત્યાગાશ્રમમાં ઉકા ખાચરની જેમ જેને સેવા કરવાનું વ્યસન પડે એની વાસના નિર્મૂળ થાય છે
Ok
» હેત હોય તો સમાસ થાય છે ભેળા રહેવાથી સમાસ નથી થતો
Ok
» જવાબદારીપૂર્વકની અને સાવધાની પૂર્વકની સેવા જ વાસના ઓછી કરે છે
Ok
» ઉકા ખાચરની દ્રષ્ટાંત મહારાજે ત્યાગીઓ માટે આપેલું છે
Ok
» સેવાથી સ્વભાવ વધે પણ છે અને ઘટે પણ છે
Ok
» ગૃહસ્થ થાય એટલે અને વાસના ટળી જાય એવું નથી અને ત્યાગી થાય એટલે એને વાસના ટાળવાનો કોઈ ઉપાય નથી એવું પણ નથી
Ok
» ત્યાગાશ્રમમાં મફતિયા ભોગ છે અને ગૃહસ્થાશ્રમમાં લોહીનું પાણી કરે ત્યારે ભોગ ભોગવી શકે
Ok
» આ વચનામૃત છે એ વાસના કુંઠિત કરવાનું વચનામૃત છે અને મધ્યનું 25મુ વચનામૃત વાસના નિર્મૂળ કરવાનું છે
Ok
» નિર્વાસનિક પુરુષમાં હેત થાય તો તે વૈરાગ્યનું પણ કામ કરે છે
Ok
» જેને વાસનાં ટાળવી હોય એની ટળે છે પછી એ ગૃહસ્થ હોય કે ત્યાગી હોય
Ok